સ્પેશિયલ પ્રી-ઑપન સેશન (બજાર ખૂલે એ પૂર્વેનું વિશેષ સત્ર)
સ્પેશિયલ પ્રી-ઑપન સેશન નીચે દર્શાવેલી સિક્યુરિટીઝને લાગુ પડશે:
- આઇપીઓ સિક્યુરિટીઝ- ટ્રેડિંગનો પ્રથમ દિવસ. આમાં એસએમઇ આઇપીઓનો પણ સમાવેશ છે
- પુનઃ લિસ્ટેડ થયેલી સિક્યુરિટીઝનો ટ્રેડિંગના પુનઃ પ્રારંભનો પ્રથમ દિવસ (સેબી પરિપત્ર ક્રમાંક SEBI/Cir/ISD/1/2010 તારીખ ૨ સપ્ટેમ્બર, ૨૦૧૦ના ફકરા 1(C) હેઠળ સ્પષ્ટીકૃત)
- કોર્પોરેટ પુનર્રચના* હાથ ધરાયા બાદ ટ્રેડિંગની એક્સ ડેટ પર ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ ધરાવતા શેરો
ડાઉનલોડ કરો સ્પેશિયલ પ્રી-ઑપન સેશન એફએક્યુ
*કંપની ધારા અને/અથવા કોર્ટ દ્વારા બહાલ કોર્પોરેટ પુનર્રચના: વિલીનીકરણ (મર્જર), વિભાજન (ડીમર્જર), એકીકરણ (અમાલગમેશન), મૂડી ઘટાડો/એકત્રીકરણ (કેપિટલ રિડક્શન/કોન્સોલિડેશન), સ્કીમ ઑફ એરેન્જમેન્ટ, સિક ઇન્ડસ્ટ્રિયલ કંપની એક્ટ હેઠળ બોર્ડ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ ફાઈનાન્સિયલ રિકન્સ્ટ્રક્શન દ્વારા બહાલ પુનર્વસન પેકેજીસના કિસ્સા અને આરબીઆઇના સીડીઆર સેલના કોર્પોરેટ ડેટ રિસ્ટ્રકચરિંગ પેકેજીના કિસ્સા.
સ્પેશિયલ પ્રી-ઑપન સેશનની સમયસારિણી નીચે મુજબ છે:
પ્રી-ઑપન 2 સેશન |
સમય |
નોંધ |
ઓર્ડર પ્રવેશ સમય |
સવારે 9:00 - 9:45 (*) |
|
ઓર્ડર મેચિંગ અને સોદા પુષ્ટિનો સમય |
સવારે 9:45 (*) - 9:55 |
|
બફર સમયગાળો |
સવારે 9:55 - 10:00 |
|
માત્ર લિમિટ ઓર્ડર સ્વીકારાશે.
- ઓર્ડર એકત્રીકરણના સમયગાળાની સમાપ્તિ બાદ તત્કાળ ઓર્ડર મેચિંગનો સમયગાળો શરૂ થશે.
- ઓર્ડર મેચિંગ સિંગલ (સંતુલિત) ભાવે થશે, જે ખૂલતો ભાવ રહેશે.
- પાત્ર ખરીદ (બાય) લિમિટ ઓર્ડર્સનું મેચિંગ પાત્ર વેચાણ (સેલ)સાથે કરાશે.
- ઓર્ડર મેચિંગ ગાળા દરમિયાન ઓર્ડરમાં સુધારાવધારા, ઓર્ડર રદબાતલ કરવાની, સોદામાં સુધારાવધારા અને સોદા રદબાતલ કરવાની છૂટ આપશે નહીં. સોદાના મેચિંગ બાદ સોદાની વિગતો તત્કાળ સંબંધિત સભ્યોને વિતરિત કરાશે.
- ખૂલતો ભાવ માંગ અને પુરવઠા વ્યવસ્થાના સિદ્ધાંતને આધારે નિર્ધારિત થશે.
- સંતુલિત ભાવ એ ભાવ હશે કે થકી મહત્તમ વોલ્યુમ અમલબજાવણીપાત્ર હોય.
- પ્રી-ઑપન 2 સેશનના કોલ ઓક્શનમાં નિર્ધારિત સંતુલિત ભાવને દિવસ માટે ખૂલતા ભાવ તરીકે ગણતરીમાં લેવાશે.
- ઉક્ત માપદંડને એકથી વધુ ભાવ સંતોષતા હશે તો સંતુલિત ભાવ એ ભાવ રહેશે જેમાં ઓર્ડરની અસંતુલિત ક્વોન્ટિટી (મિલાન ના થઈ શકેલી ક્વોન્ટિટી) ન્યૂનતમ હોય.
- એકથી વધુ ભાવમાં ન્યૂનતમ અસંતુલિત ક્વોન્ટિટી એકસરખી હોવાના કિસ્સામાં સંતુલિત ભાવ એ રહેશે જે પાયાના ભાવની (બેઝ પ્રાઇસ) સૌથી નજીક હશે. પાયાના ભાવ જોડી ભાવોના મધ્ય મૂલ્ય કે જે તેની સૌથી નજીકના હોવાના કિસ્સામાં પાયાના ભાવને જ સંતુલિત ભાવ તરીકે ગણતરીમાં લેવાશે.
- આઇપીઓ અને એસએમઇ આઇપીઓ સિક્યુરિટીઝ:
- મેચિંગના થયેલા લિમિટ ઓર્ડર્સ ભાવ-સમય પ્રાથમિકતાના આધારે તેમના લિમિટ ભાવે નિયમિત માર્કેટમાં સ્થળાંતરિત થશે.
- આ સ્થળાંતર સંતુલિત ભાવ શોધાયા છે કે નહીં તેને લક્ષ્યમાં લીધા વગર થશે.
- પુનઃ લિસ્ટેડ સિક્યુરિટીઝ:
- સંતુલિત ભાવના નિર્ધારણના કિસ્સામાં લાગુ પડતી ભાવ રેન્જમાં તમામ મેચિંગ ના થયેલા ઓર્ડર્સ ભાવ-સમયની પ્રાથમિકતાના આધારે તેમના લિમિટ ભાવે નિયમિત માર્કેટમાં સ્થળાંતરિત થશે.
- આઇપીઓ સિક્યુરિટી માટે:
- સિક્યુરિટી તેના મૂળ ભાવે (ઇશ્યૂ પ્રાઈસ) નિયમિત માર્કેટમાં સ્થળાંતર કરશે.
- પુનઃ લિસ્ટેડ સિક્યુરિટી માટે:
- સંતુલિત ભાવ નિર્ધારિત ના થાય તો સિસ્ટમ ઓર્ડર્સને રદબાતલ કરશે.
- કોઈ પણ એક્સચેન્જમાં સંતુલિત ભાવ નિર્ધારિત ના થાય તો સિક્યુરિટી નિયમિત માર્કેટમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ બનશે નહીં.
- કથિત સિક્યુરિટીનું પ્રી-ઑપન 2 સત્ર પછીના ટ્રેડિંગ દિવસે હાથ ધરાશે.
- કોર્પોરેટ પુનર્રચના કરતાં પહેલાં ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટસ ધરાવતા શેરો:
- સંતુલિત ભાવ ના શોધાવાના કિસ્સામાં તમામ ઊભાં રહેલા ઓર્ડર્સ રદ થશે અને ભાવ નિર્ધારણ ના થાય ત્યાં સુધી પ્રથમ દિવસે સ્પેશિયલ પ્રી-ઑપન સત્રમાં શેરોનું કામકાજ ચાલુ રહેશે.
- સ્પેશિયલ પ્રી-ઑપન સત્રમાં કોઈ પ્રાઈસ બેન્ડ્સ લાગુ નથી.
- જોકે, ટ્રેડ પૂર્વે એક્સચેન્જ સ્થાપિત ડમી સર્કિટ ફિલ્ટર અર્થાત ઓપેરેટિંગ રેન્જની જોખમ નિયંત્રણની માર્ગદર્શિકાના આધારે મેમ્બર્સને આવી સિક્યુરિટીમાં અવાસ્તવિક ભાવ દાખલ કરવાથી રોકવામાં આવે છે.
અન્ય એક્સચેન્જોના સહયોગમાં કિસ્સાવાર 25% થી 75% રેન્જમાં એકસમાન પ્રારંભિક ગતિશીલ પ્રાઈસ બેન્ડ અમલી બનાવી શકાય છે.
અવશ્ય, અન્ય એક્સચેન્જો સાથે સલાહમસલત કરી લચિલી બનાવી શકાય.
એક્સચેન્જીસ 10%ના ગુણાંકમાં ઓપેરેટિંગ રેન્જ/ડમી પ્રાઈસ બેન્ડને લચિલી બનાવી શકે છે.
- તે પ્રાઇસ ફ્રીઝમાં પરિણમે, જે પછી એક્સ્ચેન્જ રદ કરશે. .
- સારી સ્પષ્ટતા માટે નીચે દ્રષ્ટાંત પ્રસ્તુત છે :
|
ક્રમાંક. |
પ્રકાર |
મૂળ ભાવ |
|
1 |
આઇપીઓ (એસએમઇ સહિત) |
ઇશ્યૂ પ્રાઇસ |
|
2 |
પુનઃ લિસ્ટેડ સિક્યુરિટીઝ |
એ) ટ્રેડિંગના પુનઃપ્રારંભનો પ્રથમ દિવસ |
જો 1 વર્ષની અંદર રદ થાય તો મૂળ ભાવ એનએસઇ પરનો છેલ્લામાં છેલ્લો બંધ ભાવ અથવા સિક્યુરિટી એનએસઇ પર ટ્રેડેડ ના હોય તો અન્ય એક્સ્ચેન્જ પરનો છેલ્લામાં છેલ્લો બંધ ભાવ |
જો 1 વર્ષ પછી રદ થાય તો પાયાનો ભાવ કંપનીના કાયદેસર ઑડિટરપાસેથી પ્રાપ્ત બુક વેલ્યૂ રહેશે, જે છ મહિનાથી વધુ જૂની ના હોય અને મૂળ ભાવ, એમાંથી જે નીચી ન્યૂનતમ શેરદીઠ રૂ.1 ને આધીન કે એનએસઇ પર ટ્રેડેડ ના હોય તો અન્ય એક્સ્ચેન્જ પરની સિક્યુરિટીના છેલ્લામાં છેલ્લાં બંધ ભાવ. |
|||
બી) સીધું લિસ્ટિંગ/એમઓયુ/પરમિટેડ શ્રેણી હેઠળ દાખલ સિક્યુરિટીઝ |
સંબંધિત એક્સ્ચેન્જ પર સિક્યુરિટીનો છેલ્લો ભાવ |
||
3 |
કોર્પોરેટ પુનર્ગઠન થયા બાદ ટ્રેડિંગની એક્સ-ડેટ પર ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટસ ધરાવતા શેરો |
છેલ્લાં બંધ ભાવ અને સ્ક્રિપની તારીખ |
- પાયાના ભાવ ટીડબ્લ્યુએસ પર માર્કેટ ઇન્કવાયરી સ્ક્રિનમાં “ક્લોઝ” નામના વિભાગમાં દેખાશે.
ઉપયોગમાં લેવાયેલી પારિભાષિક શબ્દાવલિ:
- એસએમઇ – સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઈઝીસ
- આઇપીઓ – ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ
- એમઓયુ – મેમોરન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ
- ટીડબ્લ્યુએસ - ટ્રેડર વર્ક સ્ટેશન
- એનએસઇ – નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ
- સેબી – સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા